12 સપ્ટેમ્બર, 2013

ઇન્ટરવ્યુમાં વારંવાર પુછાતા પ્રશ્નો


 તમે શા માટે અમારી સાથે જોડાવાનું પસંદ કર્યું ?
 તમે પાંચ વર્ષમાં કયાં હોવા માગો છો ?
 તમારી આદર્શ કારકિર્દીનું વર્ણન કરો.
 તમે તમારા વિશે કંઇક કહો.
 તમે આ નોકરી માટે કેવી રીતે અરજી કરી ?
 શા માટે કામ કરવા માગો છો ?
 આ નોકરી માટે તમારી લાયકાત વધારે છે તેવું તમને નથી લાગતું ?
 તમે આ નોકરી લો, તો તમે કઇ હરીફાઇ જુઓ છો ?
 તમારો હરીફ તમારી અસલ નોકરીમાં પ્રસ્‍તાવ મૂકે તો તમે શું કરશો ?
 તમે તમારી હાલની નોકરી શા માટે છોડી દો છો ?
 તમે કેટલા વેતનની અપેક્ષા રાખો છો ?
 તમને આ નોકરી અંગે સૌથી વધુ રસ શામાં છે ?
 તમારી નોકરીનું સ્‍વપ્‍ન કયું છે ?
 અમારે તમને શા માટે લેવા જોઇએ ?
 આમ ના કરો : તમારા જીવનવૃત્તાંતનું પુનરાવર્તન ન કરો.
 આમ કરો : તમને રસ છે તે સાબિત કરો.
 તમારી પાસે પુષ્‍કળ સમય અને નાણાં હોય, તો તમે તેને કેવી રીતે ખર્ચશો ?
 તમારો અનુભવ આ નોકરી સાથે કેવી રીતે સુસંગત છે ?
 તમે હાલની નોકરીને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકશો ?
 તમે કામમાં કેટલા દિવસ ગેરહાજર રહ્યા હતા ?
 તમારે ગુસ્‍સે થતા ગ્રાહક સાથે એક સમયે કામ પાડવાનું હતું. તમે તેનો ઉકેલ કેવી રીતે લાવ્‍યા ?
 તમારા રોજિંદા જીવનમાં તનાવ માટે શી વ્‍યવસ્‍થા કરો છો ?
 તમે જે વ્‍યાવસાયિક કૌશલ વિકસાવ્‍યું છે તેનું વર્ણન કરો.
 સમય મર્યાદામાં કામ પૂરું કરવાની વ્‍યવસ્‍થા તમે કેવી રીતે કરો છો ?
 તમે કયાં પુસ્‍તકો વાંચો છો ?
 તમારી તાજેતરની નોકરીનું સૌથી વધારે બદલો આપતું પાસું કયું છે ?
 મને આ નોકરીનાં કયાં પાસાં માટે અતિશય વિશ્વાસ છે ?
 તમને કઇ બાબત પ્રેરણા આપી શકે ?
 તમે તમારા સંદર્ભ માટે કોને પસંદ કરો છો ? શા માટે ?
 અમે તમારા બધા સંદર્ભોને બોલાવી શકીએ ?
 તમારે કોઇ પ્રશ્નો છે ?
 તમે ટીકાને કેવી રીતે લો છો ?
 તમને કામમાં વ્‍યાકુળ કરી દીધા હોય તેવી પરિસ્‍થિતિ જણાવો.
 તમને કોઇ વખત ઠપકો મળ્યો છે ?
 તમે તમારી નોકરી વારંવાર બદલો છો ?
 તમે કરેલી સૌથી કપરી નોકરી કઇ હતી ?
 તમે તનાવ કેવી રીતે દૂર કરો છો ?
 તમારું હાલનું વેતન કેટલું છે ?
 તમે બદલી સ્‍વીકારવા તૈયાર થશો ?
 તમારી નબળાઇ કઇ છે ?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો