8 જૂન, 2014

શૈક્ષણિક વર્ષ:- ૨૦૧૪-૨૦૧૫ દરમ્યાન શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કાર્યભાર વહેચણી આયોજન.........

નોંધ :-શિક્ષકશ્રીના નામમાં જેટલી લીટી દોરેલ છે એટલા શિક્ષક એ કાર્યમાં ફાળવ્યા છે. આપ આપની શાળાકીય અનુકુળતા મુજબ દરેક કાર્ય માટે શિક્ષક કાર્યભાર નક્કી કરી શકો છો.......શૈક્ષણિક વર્ષ:- ૨૦૧૪-૨૦૧૫ દરમ્યાન શાળાકીય કાર્યભાર વહેચણી આયોજન.........

નોંધ :-શિક્ષકશ્રીના નામમાં જેટલી લીટી દોરેલ છે એટલા શિક્ષક એ કાર્યમાં ફાળવ્યા છે. આપ આપની શાળાકીય અનુકુળતા મુજબ દરેક કાર્ય માટે શિક્ષક કાર્યભાર નક્કી કરી શકો છો.......2 જૂન, 2014

જ્યારે ભારતના હાલના વડાપ્રધાન મોદી અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી વાઘેલા બે મહિલાઓને જગ્યા આપવા ટ્રેનની ફર્શ પર સુઈ ગયા


COURTESY-GUJARAT SAMACHAR

જ્યારે મોદી અને વાઘેલા બે મહિલાઓને જગ્યા આપવા ટ્રેનની ફર્શ પર સુઈ ગયા

એ મુસાફરીએ રેલ્વેના મહિલા અધિકારીના મનમાં નેતાઓ પ્રત્યે રહેલી છાપ બદલી નાંખી

મહિલાએ પોતાના અનુભવ અંગે લખેલો લેખ વાંચો,મોદી પ્રત્યેનુ તમારુ માન ઓર વધી જશે

નરેન્દ્ર મોદી આજે ભારતના વડાપ્રધાન છે..એક સમયના તેમના સાથીદાર શંકરસિંહ વાઘેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે....જેમ ગુજરાતના સ્પીકર વજુભાઈએ કહ્યુ હતુ કે ડાંગે માર્યા પાણી જુદા ના પડે...તે રીતે આ બંને નેતાઓની જોડી હતી..તેઓ જ્યાં જતા ત્યાં સાથે જ જતા.. રાજકારણમાં ઉંચાઈ પર પહોંચેલા આ નેતાઓનr મહિલાઓ પ્રત્યેની સૌજન્યતાનો રેલ્વેના એક મહિલા અધિકારીને અનુભવ થયો હતો..મોદી આજે વડાપ્રધાન છે ત્યારે સોશ્યલ મિડિયા પર આ અધિકારીએ તેમનો આ અનુભવ વર્ણવતો જે લેખ લખ્યો હતો તે વાયરલ થઈ રહ્યો છે..આ લેખ વાંચીને તમારો મોદી પ્રત્યેનો જે આદર છે તે ઓર વધી જશે...વાંચો શું લખ્યુ હતુ આ મહિલા અધિકારીએ...

1990ના ઉનાળાના એ દિવસો હતો..હું ભારતીય રેલ્વેમાં ટ્રેનિંગ  માટે મારી મહિલા મિત્ર સાથે દિલ્હીથી લખનૌ જઈ રહ્યા હતા.મારા જ ડબ્બામાં બે સાંસદ મુસાફરી કરી રહ્યા હતા.તેમની સાથે બીજા એક ડઝન લોકો હતા..જેમની પાસે રીઝર્વેશન જ ન હતુ.તેમણે અમને અમારી બર્થ પરથી ઉતારી મુક્યા હતા.અમારે ના છુટકે અમારા સામાન પર બેસીને મુસાફરી કરવાનો વારો આવ્યો હતો.એટલુ જ નહી તેમણે અમારા પર ગંદી કોમેન્ટ્સ પણ પાસ  કરવા માંડી હતી.અમને એક તરફ ગુસ્સો આવી રહ્યો હતો અને બીજી તરફ ડર લાગી રહ્યો હતો.અમારા માટે એ રાત ભયાનક હતી.ડબ્બામાંથી બીજા યાત્રીઓ ગાયબ થઈ ગયા હતા,એટલુ સુધી કે ટીટીનો પણ ક્યાંય પત્તો ન હતો.

સવારે અમે સલામત રીતે સ્ટેશન પર તો ઉતર્યા પરંતુ વિતેલી રાતની ઘટનાનો અમને ભારે આઘાલ લાગ્યો હતો.મારી સાથેની અધિકારી તો એટલી હદે ગભરાઈ ગઈ હતી કે તેણે ટ્રેનિંગ છોડીને દિલ્લીમાં જ રહેવાનો નિર્ણય લીધો હતો.અમારે આગળની ટ્રેનિંગ માટે અમદાવાદ જવાનુ હતુ.જોકે અન્ય એક ટ્રેઈની અધિકારી ઉત્પલપર્ણા હજારિકા મારી સાથે આવવા માટે તૈયાર હતી(ઉત્પલપર્ણા હજારિકા આજે રેલ્વે બોર્ડની એક્ઝિક્યુટીવ ચેરમેન છે)અમે અમદાવાદની રાતની ટ્રેન પકડી હતી.અમારી પાસે રીઝર્વેશન કરાવવાનો પણ સમય બચ્યો ન હતો.

અમે ટીટીને બેસવાની વ્યવસ્થા કરી આપવા માટે વિનંતી કરી હતી.ટીટીએ બહુ વિન્રમતાથી અમને ફર્સ્ટ ક્લાસમાં લાવીને બેસાડી દીધા હતા.અમે બેસતાની સાથે જ ભડકી ઉઠ્યા હતા.કારણકે અમારો પનારો ફરી રાજકારણીઓ સાથે પડ્યો હતો.જુનો અનુભવ તો તાજો જ હતો ત્યાં તો વળી ફરી નેતાઓ સાથે મુસાફરી કરવાનો વારો આવ્યો હતો.જોકે ટીટીએ અમને આશ્વાસન આપ્યુ હતુ કે આ બંને બહુ સારા વ્યક્તિઓ છે અને અમદાવાદ દિલ્હીના રુટ પર તેમની અવર જવર રહેતી હોય છે.હું તેમને સારી રીતે જાણું છે..અમારી સામે બેઠેલા બે વ્યક્તિઓ પૈકી એકની ઉંમર ચાલીસ અને બીજાની વય ત્રીસની આસપાસ હોય ેતમ લાગતુ હતુ.તેમણે અમને જોઈને તરત જ જગ્યા કરી આપી હતી.બંને જણા ખુણામાં સંકોચાઈને બેસી ગયા હતા જેથી અમે આરામથી બેસી શકીએ.

ટ્રેને ગતિ પકડતાની સાથે જ તેમની સાથે વાતચીત શરુ થઈ હતી.બંનેએ પોતાનો પરિચય ગુજરાત ભાજપના નેતાઓ તરીકે આપ્યો હતો.તેમણે પોતાના નામ પણ કહ્યા હતા,જે અમે ઝડપથી ભુલી ગયા હતા.એ પછી ભારતના રાજકારણ અને ઈતિહાસની વાતો નીકળી હીત.મારી સાથેની સહ અધિકારી ઈતિહાસમાં ગ્રેજ્યુએટ હોવાથી તેને ચર્ચામાં વધારે મજા આવવા લાગી હતી.હિન્દુ મહાસભા અને મુસ્લિમ લીગની સ્થાપના પર ચર્ચા થઈ રહી હતી.

બંનેમાથી જે નાની વયના હતા તે વધારે બોલી રહ્યા ન હતા પરંતુ તે દરેક દલીલને ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા.મેં જ્યારે શ્યામા પ્રસાદ મુખરજીના મોત અંગે સવાલ પૂછ્યો ત્યારે નાની વયના જે વ્યક્તિ હતા તેમણે તરત જ મને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કેવી રીતે તેમને જાણો છો.મેં તેમને કહ્યુ હતુ કે જ્યારે મુખરજી કલકત્તા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા ત્યારે તેમણે જ મારા પિતાને સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી.મારા પિતાજી શ્યામાપ્રસાદ મુખરજીના અચાનક અવસાનથી ભારે દુખી થઈ ગયા હતા.

વાતોમાંને વાતોમાં ચાલીસ વર્ષના લાગતા નેતાએ તો અમને ગુજરાત ભાજપમાં જોડાઈ જવાનુ આમંત્રણ આપી દીધુ હતુ.અમે હસીને કહ્યુ હતુ કે અમે તો ગુજરાતના નથી ત્યારે યુવાન દેખાતા નેતાએ કહ્યુ હતુ કે તેનાથી કોઈ ફરક પડતો નથી.અમારા રાજ્યમાં ટેલેન્ટનુ અમે ખુલ્લા દિલે સ્વાગત કરીએ છે.એટલી વારમાં પેન્ટ્રી કારનુ ભોજન આવ્યુ હતુ.ચાર થાળીના પૈસા પણ યુવા નેતાએ જ ચુકવી દીધા હતા.તેમણે અમને થેન્કયુ કહેવાનો મોકો પણ આપ્યો ન હતો.એટલી વારમાં ટીટીની એન્ટ્રી થઈ હતી.ટીટીએ અમને કહ્યુ હતુ કે અન્ય કોઈ ડબ્બામાં અમારા માટે બર્થની વ્યવસ્થા થઈ શકે તેમ નથી.આ સાંભળીને બંને નેતાઓએ તરત જ કહ્યુ હતુ કે કશો વાંધો નહી.અમે એડજસ્ટ કરી લઈશું.જોત જોતામાં બંને નેતાઓએ ટ્રેનની ફર્શ પર કપડુ પાથર્યુ હતુ અને સુઈ ગયા હતા.બંનેએ પોતાની બર્થ અમારા માટે ખાલી કરી આપી હતી.

કેવો વિરોધાભાસ હતો.આ પહેલાની ટ્રેન જર્નીમાં મળેલા નેતાઓથી અમે આખી રાત ફફડતા જીવે કાઢી હતી ત્યારે અહીંયા ફર્સ્ટ ક્લાસમાં બીજા બે નેતા એવા હતા જેમની સાથે અમે નિરાંત જીવે મુસાફરી કરી રહ્યા હતા.સવારે અમદાવાદ આવતા જ તેમણે અમને પૂછ્યુ હતુ કે ક્યાં રોકાવાના છો..વયમાં મોટા નેતાએ સૌજન્ય દાખવીને કહ્યુ હતુ કે જો કોઈ વ્યવસ્થા ના થાય તો મારા ઘરે આવી જજો..મારા ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે..નાની વયના લાગતા નેતાએ કહ્યુ હતુ કે મારુ તો પોતાનુ જ કોઈ ઠેકાણું નથી પરંતુ મારા મિત્રની વિનંતી પર તમે વિચાર કરી શકો છો.અમે તેમનો આભાર માન્યો હતો અને ના પાડી હતી.
ટ્રેન રોકાઈ તે પહેલા જ મેં ડાયરી કાઢી અને તેમનુ નામ પુછ્યુ હતુ.હું બંનેના નામ ભુલવા માંગતી ન હતી.કારણકે નેતાઓ અંગે મારા મનમાં જે પ્રકારની છાપ હતી તે આ બંને વ્યક્તિઓએ બદલી નાંખી હતી.રાજકારણીઓ અંગે મારે મારા વિચારો બદલવા પડે તેવી સ્થિતિ હતી.પહેલા નેતાનુ નામ હતુ શંકરસિંહ વાઘેલા અને બીજા નેતાનુ નામ હતુ નરેન્દ્ર મોદી.બંને માટે મેં આસામના એક અખબારમાં જે તે સમયે લેખ લખ્યો હતો.જેનો આશય આ ગુજરાતી નેતાઓ પ્રત્યે મારુ સન્માન જાહેર કરવાનો હતો.જેમણે અમારા માટે પોતાની સુવિધાની પરવા કરી ન હતી.તે વખતે મને અંદાજ ન હતો કે તેઓ રાજકારણમાં બહુ લાંબી મુસાફરી કરવાના છે.

1996માં શંકરસિંહ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે મને ખુશી થઈ હતી.જ્યારે મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે મારી ખુશી વધી ગઈ હતી.મારો આ જ લેખ આસામના એક અખબારે ફરી છાપ્યો હતો.આજે મોદી ભારતના પ્રધાનમંત્રી છે.જ્યારે હું તેમને ટીવી પર જોઉં છુ ત્યારે મને ફરી ફરીને એ દિવસની ટ્રેન મુસાફરી યાદ આવે છે.

(આ લેખ લખનાર આજે ભારતીય રેલ્વેના ઈન્ફર્મેશન ડીપાર્ટમેન્ટમાં જનરલ મેનેજરની પદવી પર છે.)