લેબલ મિશન ગુણોત્સવ-૨૦૧૩-૧૪ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મિશન ગુણોત્સવ-૨૦૧૩-૧૪ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

6 માર્ચ, 2014

ગુણોત્સવ-૪ કાર્યક્રમ ૨૦૧૪ અંતર્ગત બાહ્ય મૂલ્યાંકન......... એક મારો અનોખો અનુભવ......


                       આજરોજ  દાંતા તાલુકાની રાણપુર ઉદોવાસ પ્રાથામિક શાળાની ગુણોત્સવ બાહ્ય મુલ્યાંકન અંતર્ગત મુલાકાત લેવામાં આવી.હું અને મારા સાથી મિત્રોમાં કીર્તિભાઈ મોદી CRC CO છનીયાણા તેમજ ભરતભાઈ પટેલ BRP PRAGNA B.R.C. અંબાજી હતા. શાળા ખુબ જ નાની હતી . અંતરીયાળ પણ ખુબ હતી. જવા માટે ૪ કિલોમીટ ચાલીને જ જાવું પડે કેમ કે પહાડી વિસ્તાર માં ડુંગરાળ રસ્તા ઉપર પગદંડી ઉપર પગલા માંડી ચાલીને જ જવું પડે એમ હતું. પ્રથમ દ્રષ્ટીએ વિચારું તો ત્યાં કામ કરતા બંને શિક્ષક ભાઈ બહેન ને ધન્યવાદ આપવા પડે કેમ કે રોજ ૪ કિમી ચાલવું એટલે જાણે એક મોટી સજા હોય એવું જ લાગે.ત્યારબાદ અંતરીયાળ વિસ્તારના બાળકો સાથે કામ લેવું.......તેમની લોકબોલીમાં જ ભણાવવું.....(મારી ભાષા બાળકોને અઘરી પડતી હતી એટલે ત્યાંના શિક્ષિકા બહેન બાળકોની પ્રાદેશિક બોલીમાં બોલતા એટલે બાળકોને મારી વાત સમજમાં આવતી........જો કે મારા સાથી મિત્ર કીર્તિભાઈ મોદીને એ બોલીનો થોડો ઘણો ખ્યાલ હતો.......) વખાણવા લાયક બાબતો વખાણી એમનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કર્યો તેમજ કેટલાક જરૂરી હકારાત્મક સુચનો પણ કર્યા. આવી શાળામાં સંઘર્ષ સાથે કાર્ય કરવું એ પણ એક ચેલેન્જ છે. અને એ ત્યાના આચાર્યશ્રી મિલનભાઈ અને શિક્ષિકા બહેન સારી રીતે કાર્ય કરે છે એટલે એમને ખુબ ખુબ અભિનંદન...........