7 માર્ચ, 2014

બોલો ભાઈ આને શું કહેવાય વળી!!!!! "ગામમાં શાળા કે વળી શાળામાં ગામ!!!///...."....

મિત્રો.........ગુણોત્સવ-૪ બાહ્ય મૂલ્યાંકન અંતર્ગત જે શાળામાં જવાનું હતું ત્યાં વચ્ચે જ મારા મિત્ર શૈલેશભાઈ પટેલ(HTAT PRINCIPAL OF THIS SCHOOL) ની શાળા જોઈ એમ થયું કે "આ તો ગામમાં શાળા છે કે શાળામાં ગામ".................સાચેજ એક વર્ગખંડ એની બાજુમાં રહેણાંક મકાન........... ફરી વર્ગખંડ ફરી રહેણાંક મકાન.........મને એમ થયું કે ગામ અને શાળાનો સુભગ સમન્વય થયો છે........વળી શાળાને ફરતો વરંડો તો છે જ નહિ.........આ તો કેવી મોટી નવાઈ કહેવાય??????? હું આકસ્મિક એમને મળવા અને શાળા મુલાકાત માટે ગયો...... શૈલેશભાઈ ઓફિસ શોધતા પણ ખુબ મજા આવી......(સારું થયું કોઈના ઘરને ઓફીસ માનીને ત્યાં જતો ના રહ્યો) આ બધી જ ભૌગોલિક પરિસ્થિતિ છતાં પણ શાળાનું વાતાવરણ ખુબ જ સરસ લાગ્યું........ કામ એનાથી પણ સુંદર થતું હોય એવું લાગ્યું............ખુબ ખુબ અભિનંદન શૈલેશભાઈ પટેલ અને એમના સાથી શિક્ષક મિત્રો ને.............

2 ટિપ્પણીઓ: