16 ફેબ્રુઆરી, 2014

હમારી દુનિયા અલગ હૈ............

COURTESY -SANDESH NEWS PAPER                  માત્ર ત્રણ વર્ષની ઉંમરે જ ૧૬૦થી વધુ આઈક્યૂ ધરાવનાર બાળકી એરિઝોનામાં સૌથી નાની વયની બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે નામના મેળવી રહી છે. આનો સ્વીકાર મિન્સા નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પણ કર્યો છે. મિન્સા એ એક આંતરરાષ્ટ્રીય ક્લબ છે જે તેવા ઉમેદવારોનો જ સ્વીકાર કરે છે જેનો આઈક્યૂ સ્કોર વિશ્વભરમાં ટોપ સ્કોરમાં બે ટકા હોય, વાસ્તવમાં ડોક્ટરોએ કહ્યું કે, આ ૩ વર્ષીય એલેક્સિસ માર્ટિન બુદ્ધિમત્તાની કસોટી ખૂબ જ સારી રીતે પાર પાડી છે, એટલી ઝડપથી કે અમે પણ તેનો આઈક્યૂ એકદમ ગણી શકતા નથી.

             સામાન્ય રીતે એક એવરેજ માણસનો આઈક્યૂ સ્કોર ૧૦૦ની આસપાસ હોય છે જ્યારે એલેક્સિસનો સ્કોર ૧૬૦ છે જે સૌથી ઉચ્ચ રેટિંગ સ્કોર છે. ત્રણ વર્ષની આ બાળકીનો આઈક્યૂ બુદ્ધિજીવીઓના આઈક્યૂ સાથે મેચ થાય છે, જેમ કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, સ્ટેફેન હોકિંગ અને બિલ ગેટ્સ. એલેક્સિસના માતા-પિતા ખુશી સાથે જણાવે છે કે "અમારી દીકરી જ્યારે ૧૨થી ૧૮ મહિનાથી હતી ત્યારથી જ તેના આઈક્યૂની અસર અમે  જોઈ શકતાં હતાં. અમે જ્યારે ગાડી ચલાવવામાં વ્યસ્ત હતાં જ્યારે તે રાત્રી પહેલાં જ તેની બેડટાઈમ સ્ટોરી તરફ અમારું ધ્યાન દોરતી હતી એટલું જ નહીં, હાલમાં પણ તે પાંચમા ધોરણનાં પુસ્તકને યાદ રાખે છે અને ફેમિલીના આઈપેડ પર સ્પેનિશ પણ શીખે છે. તે કોઈ પણ શબ્દ તે સાંભળે છે તરત જ શીખી લે છે. હંમેશાં બધા જ શબ્દોનો સાચા સંદર્ભમાં પણ ઉપયોગ કરે છે."

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો