5 જાન્યુઆરી, 2014

સરદાર પટેલ બાળમેળાનો અહેવાલ



                                        બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧
                                             મુ.બસુ તા.વડગામ,જી.બનાસકાંઠા
                             તા.૧૩/૧૨/૧૩
સરદાર પટેલ બાળમેળાનો અહેવાલ
            આજરોજ તા.૧૩/૧૨/૨૦૧૩ને શુક્રવારના રોજ બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧માં સરદાર પટેલ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લીધો.તાજેતરમાં જ સરદાર પટેલનું વિશ્વમાં સૌથી મોટું સ્ટેચ્યુ ગુજરાતીઓ બનાવવા જઈ રહ્યા છે. ત્યારે બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧ના વિદ્યાર્થીઓ પણ પોતાનું યોગદાન આપવામાં કેમ પાછા પડી શકે?
જ્યારે વિદ્યાર્થીઓ સમક્ષ આ વાત મુકવામાં આવી કે આપણે આવતી કાલે તા.૧૩/૧૨/૨૦૧૩ને શુક્રવારના સરદાર પટેલ જીવન આધારિત પ્રવૃતિઓને અધીન એક સુંદર બાલ્મેલાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થીઓના મુખારવિંદ ઉપર કઈક અલગ જ ખુશી જોવા મળી.
           સરદાર પટેલ બાળમેળામાં ધોરણ ૧ થી ૫ના વિદ્યાર્થીઓ માટે માટીકામ, કાગળકામ ચીટકકામ, રંગપૂરણ, કાતરકામ વગેરે પ્રવૃતિઓ કરવામાં આવી. જેમાં દરેક વિદ્યાર્થીએ ખુબ જ ઉત્સાહપુર્વક ભાગ લીધો. જે બાજુના ફોટોગ્રાફમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે
વિદ્યાર્થીઓ કેવા મગ્ન બની બાળમેળાનો આનદં ઉઠાવી રહ્યા છે.

             
          ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે અલગ જ આયોજન હોઈ જેમાં વિવિધ પ્રવૃતિઓ હતી. સરદાર પટેલ નાં જીવન આધારિત નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, બાળ સભા અને બાળ રેલી જેવા વિવિધ કાર્યક્રમો આજ રોજ ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા. ધોરણ ૬ થી ૮નાં કેટલાક વિદ્યાર્થીઓએ સરદાર પટેલના જીવન પ્રસંગોમાંથી પ્રેરણા લેવા હેતુ લાઈબ્રેરીમાંથી એમના જીવન આધારિત પુસ્તક વાંચી એક સુંદર નાટક પણ રજુ કર્યું જે બાજુના ફોટો ગ્રાફમાં આપ જોઈ શકો છો. સરદાર લોખંડી પુરુષ કેમ કહેવાયા? એ બાબત દરેક વિદ્યાર્થીએ નોંધ લઇ ગુરુગણ સમક્ષ એ વાત મુકીને એ બાબતની પણ સમાજ મેળવી.
        સરદારના જીવન આધારિત નિબંધ સ્પર્ધાનું પણ સફળ આયોજન રહ્યું જેમાં ઘણા વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક શૈલીમાં સુંદર નિબંધો લખ્યા.
               આમ બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧માં સરદાર પટેલના જીવન આધારિત બાળમેલો સફળતાપૂર્વક ઉજવવામાં આવ્યો.

સ્થળ:-બસુ પગાર કેન્દ્ર શાળા નં.૧     
તા.૧૩/૧૨/૨૦૧૩