27 ડિસેમ્બર, 2013

HTAT આચાર્યશ્રીઓ જોગ નમ્ર જાહેર વિજ્ઞપ્તિ

(૧) ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા HTAT પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક  આચાર્યશ્રીઓને નમ્ર વિનંતી કે તમે  જે જિલ્લામાં ફરજ બજાવતા હોય તે જ જિલ્લામાં જિલ્લાનું નીચે પ્રમાણેના હોદાઓ તેમજ મોબાઈલ નંબર સાથે દિન-૧૦માં htatgujarat2012@gmail.com  ઉપર ઈમેઈલ કરવા નમ્ર વિનંતી છે.

(૨) ઉપરોક્ત કાર્ય સત્વરે પૂર્ણ કરી માહિતી મોકલવી કે જેથી કરીને રાજ્યકક્ષાના સંગઠનની શરૂઆત કરી શકાય.

(૩) જો  તમારા  જિલ્લામાં  ૫૦  HTAT  આચાર્યો  હોય  તો  રાજ્યકક્ષાના પ્રતિનિધિ તરીકે ૧  ઉમેદવારનું નામ અને સંપર્ક સાથે આ યાદીમાં નામ સૂચવવું.(૫૦:૧ , ૧૦૦:૨, ૧૫૦:૩.. એ મુજબ )

(૪) તમે જે જિલ્લામાં ફરજ બજાવતા હોય અને અન્ય જિલ્લાના મિત્રો તમારા સંપર્કમાં હોય તો તેમને પણ મદદ કરવી.