9 સપ્ટેમ્બર, 2014

જોયું છે આવું ઝાડ મિત્રો????????..................હેન્ડસેટ ઝાડ પર લટકે છે..!!!ફોન આવે તો ઝડપથી કુદકો મારીને ઝાડ પર ચઢીને વાત કરવી પડે છે

courtesy-gujarat samachar

ભારતના આ રાજ્યમાં મોબાઈલનું વૃક્ષ, હેન્ડસેટ ઝાડ પર લટકે છે..!!!

- દિવસભર કામ સાથે સાથે વૃક્ષની ચોકીદારી રાખવી પણ મજબુરી બની

- ફોન આવે તો ઝડપથી કુદકો મારીને ઝાડ પર ચઢીને વાત કરવી પડે છે



મોદી સરકારને આ સમાચાર નિરાશ કરી શકે છે જે દેશને ડિઝીટલ બનાવવા માટે એક લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે. ઉતરાખંડના પિથૌરાગઢ જીલ્લા દોબાંસમાં આવીને ઝાડ પર મોબાઈલ લટકતા જોઈને કોઈ પણ વિચારમાં પડી શકે છે. પરંતુ ગ્રામજનોએ કોઈ ખુશીમાં નહીં પરંતુ સિગ્નલન ન મળવાની મજબુરીમાં લટકાવ્યા છે.

ભારત-નેપાળ-ચીન સરહદના ત્રિકોણીય ક્ષેત્રમાં ફેલાયેલા ઉતરાખંડના પિથૌરાગઢ જીલ્લાના દોબાંસ વિસ્તારમાં મોબાઈલ ફોનનું થોડું જોડાણ કરવા ગ્રામજનો પોતાના મોબાઈલ ફોન ઝાડ પર લટકાવવા મજબુર થાય છે.

વિસ્તાર એટલો પછાત છે કે મોબાઈલનું કનેક્શનનું જમીન પર નેટવર્ક પકડાતું જ નથી. હેન્ડસેટને કેટલીક ઉંચાઈ પર રાખવો મજબુરી બની ગઈ છે અને તેમના માટે સૌથી સારી જગ્યા ઝાડ છે. સુર્યના દર્શન થતા જ બેલગાડા, રીઠાખાના, ઈવરખોલા, અસુરદેવ, દેવપુરી, કુનકટિયા જેવા ગામડામાં લોકો ઝાડ પર ફોન લટકાવી દે છે.

દિવસભર કામ સાથે સાથે ઝાડની ચોકીદારી રાખવી પણ મજબુરી બની છે અને તો આ દરમ્યાન પર ફોન આવે તો ઝાડ પર કુદકો મારી ચઢવું પણ પડે છે. જો ઝાડ પર ચઢવામાં મોડું થઈ જાય તો મોબાઈલના ફોનની ટ્યુન વાગીવાગીને બંધ પણ થઈ જાય છે અને તેમને નિરાશ થઈને ઝાડ પરથી ઉતરવું પડે છે. ઉતરાખંડમાં મોબાઈલનો ઉપયોગ કરનારા 64 ટકા લોકો છે અને તેની સંખ્યા લગભગ 30 લાખ જેટલી છે. કેટલાક એવા લોકો છે કે જેમને મોબાઈલને ઝાડ પર લટકાવવા ખાસ હુક કે વાંસ બનાવી રાખ્યા છે. કેટલાક યુવાનો ઝાડ પર ચઢી ઉતરીને વાતો કરે છે. જેના કારણે યુવા તેમના હાડકા પણ તોડાવી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો