NAME
પૃષ્ઠો
- હોમ
- (અનામાંકિત પૃષ્ઠ)
- કેટલીક અગત્યની વેબ સાઇટો
- અભિપ્રાય આપો
- શૈક્ષણિક કાયદાઓ
- સામાન્ય જ્ઞાન
- HTAT INFO
- મારી શાળા...સુંદર શાળા ...
- પ્રાથમિક શિક્ષણના અગત્યના ઠરાવો
- નવા પરીપત્રો
- ગુણોત્સવની તૈયારી કેમ કરશો?
- મારા વિશે...
- શૈ.મોડ્યુલ અને પા.પુસ્તકો
- RTE - ૨૦૦૯
- R.T.I.-2005
- વહીવટી પત્રકો
- ઇકો ક્લબ
- શાળાકીય પર્યાવરણ
- આચાર્યશ્રીની કલમે...
- પ્રજ્ઞા અભિગમ
- પુછો વહીવટી પ્રશ્નો શક્ય હશે તો આપીશ ઉત્તર
31 ઑગસ્ટ, 2013
27 ઑગસ્ટ, 2013
26 ઑગસ્ટ, 2013
વિઘાદીપ યોજના
ક્રમાંક : પ્રા.શિ.નિ./ચ-૧/૦૮/૧૭૮૦-૧૮૦૪
પ્રાથમિક શિક્ષણ
નિયામકની કચેરી,
બ્લોક નં. ૧૨/૧, ડૉ. જી. મ. ભવન, ગુ. રા.,
ગાંધીનગર, તા.
૨-૬-૨૦૦૮.
પ્રતિ,
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ, તમામ,
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ, તમામ,
શાસનાધિકારીશ્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, તમામ
વિષય : ગુજરાત સામુહિક જુથ (જનતા) અકસ્માત વિમા યોજના વિમાની કામગીરી વચગાળાની વ્યવસ્થા તરીકે વિમા નિયામકશ્રી દ્વારા હાથ ધરવા બાબત.
સંદર્ભ : (૧) ગુજરાત સરકાર, નાણાં વિભાગનાં, ઠરાવ ક્રમાંક
: જવય / ૧૦૦૪/૬૮૧ (૨૧) ઝ, તા. ૨૫-૬-૨૦૦૭, અને ઠરાવ ક્રમાંક : જવય /
૧૦૦૪/૬૮૧ (૨૧) પાર્ટ – ઝ, તા. ૩૧-૩-૨૦૦૮, તથા (૨) વિમા નિયામકની કચેરી,
રાજ્ય વિમા નિધિ, ગાંધીનગરનાં પત્ર ક્રમાંક : વિ.નિ. / વિકાસ / પુ. ૧/
જીપીઓ ૧૭૨૩, તા. ૯-૪-૨૦૦૮ અને પત્ર ક્રમાંક : વિ.નિ. / વિકાસ / પુ. ૧ /
જીપીએ/૨૪૦૦૦, તા. ૨૧-૫-૨૦૦૮
ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગનાં ઠરાવ
ક્રમાંક : પીઆરઇ/૧૨૦૧/ઇએમ/૩૩૯/કઇ તા. ૧૫-૩-૨૦૦૨ થી, માધ્યમિક, ઉચ્ચતર
માધ્યમિક, અને પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ માટે વિમા રક્ષણ આપવા બાબતની
‘‘વિદ્યાદીપ વિમા યોજના’’ અમલમાં મૂકવામાં આવેલ હતી. જેના બદલે, સંદર્ભ :
(૧) માં જણાવેલ ગુજરાત સરકાર, નાણાં વિભાગનાં ઠરાવ ક્રમાંક : જવય /
૧૦૦૪/૬૮૧(૨૧) ઝ, તા. ૨૫-૬-૨૦૦૭ (નકલ સામેલ છે.) થી, ‘‘ગુજરાત સામુહિક જુથ
(જનતા) અકસ્માત વિમા યોજના’’ તા. ૧-૪-૨૦૦૮ થી અમલમાં મૂકવામાં આવેલ છે.
આ બાબતે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તથા શાસનાધિકારીશ્રીઓની તા.
૪-૪-૨૦૦૮ નાં રોજ રાખેલ બેઠકમાં, ગુજરાત સરકાર, નાણાં વિભાગનાં, સંદર્ભ :
(૧) માં જણાવેલ ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૪/૬૮૧ (૨૧) પાર્ટ – ઝ, તા.
૩૧-૩-૨૦૦૮ ની નકલ રૂબરૂમાં આપવામાં આવેલ હતી. જે મુજબ, માહે : એપ્રિલ –
૨૦૦૮ માં બનેલ બનાવોને લગતાં કેસો વચગાળાની વ્યવસ્થા તરીકે, વિમા
નિયામકશ્રીની કચેરીને મોકલવાના થતા હતાં. હાલ સંદર્ભ : (૨) માં જણાવેલ વિમા
નિયામકની કચેરીનાં તા. ૨૧-૫-૨૦૦૮ નાં પત્ર (નકલ સામેલ છે. ) થી, માહે :
મેં – ૨૦૦૮ દરમ્યાન બનેલ બનાવોને લગતાં કેસો પણ વચગાળાની વ્યવસ્થા
તરીકે, વિમા નિયામકશ્રીની કચેરીને મોકલવા જણાવવામાં આવે છે. સાથોસાથ, આ
યોજનાનાં લાભાર્થી / વારસદારે કરવાની અરજીનો નમૂનો, તે સાથે જોડવાનાં
કાગળોનું ચેકલીસ્ટ, તેમજ અન્ય નિયત નમૂના પણ મોકલી આપેલ છે. તો આ યોજના
અંતર્ગત તા. ૧-૪-૨૦૦૮ થી જે દાવાઓ ઉદભવેલ હોય, તેના વળતર માટેની નિયત
નમૂનામાં અરજીઓ આપની કક્ષાએથી જરૂરી ચકાસણી કરી, આવી દરખાસ્તો નિયત સમય –
મર્યાદામાં ‘‘વિમા નિયામકશ્રી, વિમા નિયામકની કચેરી, રાજ્ય વિમા નિધિ,
ગુજરાત સરકાર, ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક નં. ૧૭, ૩ જો માળ, જુના
સચિવાલય, ગાંધીનગર’’ ને મોકલી આપવાની રહેશે
વધુમાં વિદ્યાર્થીનું મૃત્યું, કાયમી અપંગ, અથવા અંશતઃ અપંગ થવાનાં,
પ્રસંગે, સંબંધિત શાળાનાં આચાર્યરીએ સાદા પત્રથી તબક્કે સીધી વિમા નિયામકની
કચેરીને જાણ કરવાની રહેશે. ત્યારબાદ, લાભાર્થી / વારસદાર તરફથી નિયત સમય
અને નમૂનામાં કચેરીને જાણ કરવાની રહેશે. ત્યારબાદ, લાભાર્થી / વારસદાર
તરફથી નિયત સમય અને નમૂનામાં જરૂરી આધારો સહિતની દરખાસ્ત મેળવી લઇ, આવી
દરખાસ્ત તાલુકા કક્ષાએ નહીં મોકલતાં, સીધી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી
/ શાસનાધિકારીની કચેરીએ મોકલવાની સંબંધિતોને સૂચના આપી, આવી દરખાસ્તો
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી / શાસનાધિકારીશ્રીએ સીધી મેળવી લઇ,
દરખાસ્તની સંપૂર્ણ ચકાસણી, નિયત નમૂનામાં પ્રમાણપત્ર આપી, વિમા નિયામકની
કચેરીને મોકલી આપવાની રહેશે. તેમજ આ યોજનાને લગતી માહિતી સરકારશ્રી દ્વારા
માંગવામાં આવે ત્યારે, ત્વરીત અને સચોટ રીતે પૂરી પાડી શકાય તે માટે, તા.
૧-૪-૨૦૦૮ થી આ સાથે સામેલ પત્રક-૧ મુજબનું જિલ્લા કક્ષાએ રજીસ્ટર
નિભાવી, માસનાં અંતે પત્રકઃર મુજબની તારીજ તૈયાર કરી વડી કચેરી ખા તે દર
માસની ૧૦ મી તારીખ સુધીમાં રૂબરૂ રજૂ કરી, વડી કચેરી ખાતે નિભાવવામાં આવનાર
રજીસ્ટરમાં જાતે જ નોંધ કરવાની રહેશે.
બિડાણ : ઉપર મુજબ
(ડૉ. એસ. બી. માંડલિક)
નાયબ શિક્ષણ નિયામક
ગુ. રા. ગાંધીનગર
(ડૉ. એસ. બી. માંડલિક)
નાયબ શિક્ષણ નિયામક
ગુ. રા. ગાંધીનગર
25 ઑગસ્ટ, 2013
પાલનપુર ડાયટના અને સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતના આદરણીય વ્યક્તિત્વ ધરાવનાર માનનીય શ્રી ગજેન્દ્રભાઈ જોષી.....આપ તા.૩૧/૦૮/૨૦૧૩નાં રોજ વ્યવસાયિક વિદાય લઇ રહ્યા છો....પણ અમારા શિક્ષણ જગતથી ક્યારેય નહિ......આપનું સ્વાસ્થ્ય સદાય જળવાઈ રહે, આપ આપની આગળની જિંદગીમાં પણ ખુબ ઉત્સાહ અને સફળતા મેળવો તેવી ખુબ ખુબ શુભકામનાઓ..........
21 ઑગસ્ટ, 2013
20 ઑગસ્ટ, 2013
HTAT-૨૦૧૩ ની પ્રોવીજીનલ જવાબ કીના પ્રશ્ન ૧૦૬- ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા ક્રમે આવે છે? તેનો જવાબ ખોટો છે તે અંગેનો આધારભૂત પુરાવો...........
નીચે આપેલી બંને LINKS ઉપર ક્લિક કરી સંપૂર્ણ ફાઈલ DOWNLOAD કરી અભ્યાસ કરો
1.DEPARTMENT RELATED PARLIAMENTARY STANDING COMMITTEE ON COMMERCE ONE HUNDRED SECOND REPORT ON PERFORMANCE OF PLANTATION SECTOR - TEA AND COFFEE INDUSTRY (PRESENTED TO THE RAJYA SABHA ON 9TH AUGUST, 2012) (LAID ON THE TABLE OF THE LOK SABHA ON 9TH AUGUST, 2012)2.Tea Statistics: Global Scenario A. Basu Majumdera, B. Beraa and A. Rajanb
19 ઑગસ્ટ, 2013
17 ઑગસ્ટ, 2013
11 ઑગસ્ટ, 2013
10 ઑગસ્ટ, 2013
8 ઑગસ્ટ, 2013
7 ઑગસ્ટ, 2013
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)