10 એપ્રિલ, 2014

5 વર્ષના આ બાળકે શોધી લીધી છે માઈક્રોસોફ્ટના એક્સબોક્સમાં ખામી..............

COURTESY- SANDESH


                    અમેરિકામાં પાંચ વર્ષના એક બાલકે ગેમિંગ સિસ્ટમ 'એક્સબોક્સ'ની સુરક્ષા વ્યવસ્થામાં ખામી શોધીને અગ્રણી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટને પરેશાન કરી દીધી છે. સૈન ડિયોગોના ક્રિસ્ટોકર વોમ હૈસલે એક્સબોક્સ લાઈવના પાસવર્ડ સિસ્ટમમાં એવી ખામી શોધી લીધી છે કે જેના વિશે માઈક્રો સોફ્ટ સિસ્ટમે ધ્યાન આપવુ જરૂરી બની ગયુ છે. કોમ્પ્યૂટર પ્રેમી આ બાળકે તેના પિતાના એક્સબોક્સ લાઈવ સુધી પહોચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાંરવાર પાસવર્ડ માગતા હોવાથી તેણે સ્પેસનું બટન વાંરવાર દબાવીને એન્ટર આપ્યુ હતુ અને ત્યાર પછી થોડી વારમાં જ એક્સબોક્સ એકાઉન્ટ ખુલી ગયુ હતું.

                 થોડા સમય પહેલા જ આ બાળકના માતા-પિતાને ખ્યાલ આવ્યો કે તેમનો દિકરો એક્સબોક્સ એકાઉન્ટ ખોલીને ગેમ રમે છે જે તેની ઉમર પ્રમાણે યોગ્ય ના કહેવાય. ક્રિસ્ટોરના પિતા રોબર્ટ ડેવિસના પિતાએ કહ્યુ હતુ કે હુ ખૂબ પરેશાન થઈ ગયો હતો. મે જ્યારે તેને પુછ્યુ કે તેણે મારુ એકાઉન્ટ કેવી રીતે ખોલ્યુ ત્યારે તેણે કહ્યુ કે હુ સતત ખોટો પાસવર્ડ નાખતો હતો પછી મે ઘણી વાર સ્પેસ બટન દબાવ્યુ અને એન્ટર આપ્યુ તો તેમારુ એકાઉન્ટ ખુલી ગયુ હતું. જોકે માઈક્રોસોફ્ટે હવે તેમની આ ખામીને સુધારી લીધી છે.

                કંપનીએ તેમની વેબસાઈટમાં ક્રિસ્ટોકરનું નામ સિકોયરિટી રિસર્ચરમાં સામેલ કરી દીધુ છે. કારણકે આ બાળકની મદદથી કંપની સિસ્ટમમાં ખામી શોધી શકી છે. ક્રિસ્ટોકરને માઈક્રોસોફ્ટ તરફથી 50 ડોલર વાળી ચાર ગેમ્સ પણ ઈનામ સ્વરૂપે આપવામાં આવી છે.

INSPIRE AWARDS માટે શાળાઓનું ONLINE REGISTRATION કેમ કરશો????????

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં ફરજ બજાવતા તેમજ અપડાઉન કરતા શિક્ષકો જોગ તા.૦૮/૦૨/૨૦૧૪ના ગુજરાત સમાચારના સમાચાર પત્ર ના પ્રેસ કટિંગ બાબત માનનીય કલેકટર સાહેબશ્રી અને જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી સાહેબશ્રીનો એ સંદર્ભે પરિપત્ર