1 માર્ચ, 2014

બસુ પગાર કેન્દ્ર શાળા નં૧માં તા.૨૮/૦૨/૨૦૧૪ના રોજ સામાજિક વિજ્ઞાન મંડળ અંતર્ગત ક્વીઝ સ્પર્ધાનું સુંદર આયોજન થયું..........જેની કેટલીક યાદો આ મુજબ છે.........

                     સામાજિક વિજ્ઞાન મંડળનાં શ્રીમુકેશકુમાર એલ.પરમાર, શ્રી અલ્પેશભાઈ જે.પટેલ અને શ્રી સુરેશભાઈ ડી.પરમાર દ્વારા ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે સુંદર મજાની ક્વીઝ સ્પર્ધા યોજવામાં આવી જેમાં નીચેની વિગતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. જે ઉજવણીમાં  બસુ સી.આર.સી.કૉ. ઓર્ડી સાહેબશ્રી તેમજ એસ.એમ.સી. અધ્યક્ષ તેમજ સભ્યો હાજર રહ્યા. તેમજ ખુબ જ આનંદપૂર્વક સમગ્ર કાર્યક્ર્મમાં સહભાગી બન્યાકુલ ૫ ટીમ બનાવવામાં આવી હતી જે અનુક્રમે ટીમ A-આરાસુર, ટીમ B-પર્ણાશા, ટીમ C-માણીભદ્ર, ટીમ D-ધાણધાર અને ટીમ E- સિદ્ધરાજ એમ પાંચ સ્થાનિક ઇતિહાસના નામ આપી ટીમ પસંદ કરવામાં આવી હતી. દરેક ટીમમાં ૬ સ્પર્ધકો હતા જ પૈકી ૩ કુમાર અને ૩ કન્યા હતી........
ટીમ D જે પ્રથમ અને દ્વિતીય રાઉન્ડમાં ખુબ જ પાછળ  હોવા છતાં પણ છેલ્લે સારું પ્રદર્શન કર્યું હતું........
પરિણામ એ આવ્યું કે ટીમ A-આરાસુર અને ટીમ D-ધાણધાર એમ બંને ટીમ કુલ ૨૨૫ ગુણ મેળવી સંયુક્ત વિજેતા થયા હતા ખરેખર આ કાર્યક્રમ ખુબ જ સફળ રહ્યો............એ દરેક બાળકના મુખારવિંદ દ્વારા પ્રતિબિંબિત થતું હતું............

















ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો