21 ફેબ્રુઆરી, 2014

'અબ્બા મેરા કટા હુઆ હાથ જુડેગા બાદ હી મે લીખ સકુંગી'

COURTESY -SANDESH NEWS PAPER

                 અબ્બા મેરા ક ટા હુઆ હાથ જુડેગા બાદ હી મેં લીખ સકુંગીના દર્દથી કણસતી પુત્રીના શબ્દો સાંભળીને શિક્ષક પિતાની આંખો ભરાઇ આવી હતી. તેઓ એક શબ્દ પણ બોલી શક્યા ન હતા અને પુત્રીના કપાયેલા હાથને પેપરમાં વીંટાળી તે આઇસબોકસમાં મુકી અત્રેની કારેલીબાગની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી.શહેરના આજવારોડ ઉપરની સરસ્વતી સોસાયટીમાં રહેતા રહીમભાઇ શેખ જિલ્લા પંચાયત સંચાલિત શાળામાં વાઘોડિયા તાલુકામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે.

                  અકસ્માતમાં ધો.૮માં અભ્યાસ કરતી મુસ્કાન રહીમભાઇ શેખને ગંભીર ઇજા થતાં તેનો જમણો હાથ છૂટો પડી ગયો હતો.મુસ્કાનના પિતા રહીમભાઇ પણ દર્દથી પીડાતી પુત્રીની ચીસો સાંભળીને રડી પડયા હતા. દર્દથી કણસતી મુસ્કાને મમ્મીને સાત્વન આપ્યું હતું કે,મમ્મી તું ના રડીશ સારુ થઇ જશે. જોકે પીડા અસહ્ય થતાં મુસ્કાને તબીબોને બેભાન કરી દેવાની સતત વિનંતી કરી હતી.

              હાલોલની રેફરલ હોસ્પિટલમા પ્રાથમિક સારવાર બાદ તેને કારેલીબાગની નવરંગ હોસ્પિટલમાં લવાઇ હતી. પિતા રહીમભાઇએ ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, ૪.૪પ વાગે તમારી બેબીને અકસ્માત થયો છે તેની જાણ થતાં જ હું ઘટના સ્થળે પહોંચી ગયો હતો.કપાયેલો હાથ હું આઇસ બોક્સમાં અહીં લાવ્યો હતો, જો મારી દિકરીને વેળાસર કોઇ વાહન દ્વારા હોસ્પિટલ પહોંચાડી હોત તો તેનો હાથ બચી જાત.


              તેઓની ૧૩ વર્ષની પુત્રી મુસ્કાન બ્રાઇટ સ્કુલમાં ધોરણ ૮માં ભણે છે.આજે તેઓની પુત્રી જાંબુઘોડા અભ્યારણ્ય ખાતે શાળામાંથી પીકનીક પર ગઇ હતી. જયાંથી પરત આવતા ભાટ ગામ પાસે લકઝરીબસ પલટી ખાઇ ગઇ હતી. જેમાં મુસ્કાનનો જમણો હાથ કોણીથી કપાઇને છુટો પડી ગયો હતો.

1 ટિપ્પણી: