1 ઑગસ્ટ, 2014

મુખ્ય શિક્ષક ભરતી ૨૦૧૩-૧૪ સીધી ભરતી /બઢતીથી નિમણુંક આપવા બાબતનો પરિપત્ર

( HTAT ભરતી છે હો ભાઈ............. ખોટી અફવા ના ફેલાવતા કે પોસ્ટ રદ થઇ ગઈ...........ને આતો અમારી ખાસ ભરતી છે એવી...... હો કે .....મારા પ્રિય ભાઈ જે પણ હોય તે)

અનુસુચિત જાતિના ધોરણ ૧ થી ૮ અને ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓની વર્ષ ૨૦૧૪-૨૦૧૫ની શિષ્યવૃત્તિ અંગે પરિપત્ર

આ પરિપત્રને PDF સ્વરૂપે DOWNLOAD કરવા માટે આહી માત્ર એક CLICK કરો










બનાસકાંઠા જિલ્લાની ધો. ૧ થી ૧૦ના ભણતા લઘુમતી જાતિના વિદ્યાર્થીઓ માટે પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિની સમયમર્યાદા અંગે પરિપત્ર............



12 જુલાઈ, 2014

અરે વાહ! હવે કોમ્પ્યૂટરમાં માઉસનું સ્થાન લેશે આ નાનકડું ઉપકરણ................

courtesy- sandesh

  • કોમ્પ્યૂટર યૂઝર્સને હવે એક ખાસ આધુનિક સાધન મળવા જઇ રહ્યું છે. ભલે જ યૂઝર્સ કોમ્પ્યૂટર પર માઉસ અથવા ટ્રૈક બોલ વિના કામ કરવાની કલ્પના પણ નથી કરી શકતા, પરંતુ હવે એક અતિ આધુનિક સાધન આવી રહ્યું છે જે માઉસને ખતમ કરી નાંખશે. આંગળીમાં પહેરવાવાળું આ સાધનનો આકાર માઉસથી પણ એકદમ નાનો છે.
  • ઉલ્લેખનીય છે કે કોમ્પ્યૂટર માં ઉપયોગ થનારા ડિવાઇઝ માઉસની શોધ 60નાં દશકમાં થઇ હતી અને ત્યારે આ કોમ્પ્યૂટર પર કામ કરવા માટે આ એક ખાસ ઉપકરણ હતુ. જો કે માઉસનાં ઉપયોગથી અમે 2 ડાયમેઁશનલ મૂવમેન્ટ્સ અર્થાત બસ 2Dમાં જ યૂઝર્સ આનાથી જોડાઇ શકતું હતું. હવે આ નવા ઉપકરણ 3 ડાયમેન્શન એટલે 3Dમાં જોડામ થઇ શકશે. અમેરિકામાં યૂનિવર્સિટી ઓફ વયોમિંગમાં અન નુએન અને એમી બૈનિકે એક ખાસ મહત્વનું સાધન વિકસાવ્યું છે.
  • વધુમાં આ સાધન 3Dનાં માધ્યમ દ્રારા સીધી દિશાને ઓળખે છે અને પહેલાંથી જ નિર્ધારિત કરેલાં જેસ્ચર્સનાં આધાર પર કામ કરે છે. એમ.આઇ.ટી ટેકનોલોજી રિવ્યૂનાં જણાવ્યા અનુસાર નુએન અને બૈનિકનું લક્ષ્ય આવું સસ્તુ અને સરસ સાધન વિકસાવવાનું હતું, જે લગભગ બધાં જ કોમ્પ્યૂટર સાધન માટે યૂનિવર્સલ ઇનપૂટનું કામ કરી શકે. આ સાધનને સાઇઝમાં આનાથી પણ નાની સાઇઝમાં વિકસાવી શકાય છે, જેનાથી એને આસાનીથી પોતાની સાથે બીજી જગ્યાએ પણ લઇ જઇ શકાય છે.