લેબલ ગુણોત્સવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ગુણોત્સવ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

27 માર્ચ, 2014

વાંચે ગુજરાત...........આ પુસ્તક વાંચન માટે ખુબ જ સરસ પુસ્તક છે..........

ગુજરાત શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા પ્રકાશિત તેમજ મારા પરમ સ્નેહી મિત્ર પુલકિતભાઈ જોશી દ્વારા અનુવાદિત આ "વીરવ્રત પરમ સામર્થ્ય " પુસ્તક સાચેજ વાંચવા લાયક અગત્યનું પુસ્તક છે..........





7 માર્ચ, 2014

બોલો ભાઈ આને શું કહેવાય વળી!!!!! "ગામમાં શાળા કે વળી શાળામાં ગામ!!!///...."....

મિત્રો.........ગુણોત્સવ-૪ બાહ્ય મૂલ્યાંકન અંતર્ગત જે શાળામાં જવાનું હતું ત્યાં વચ્ચે જ મારા મિત્ર શૈલેશભાઈ પટેલ(HTAT PRINCIPAL OF THIS SCHOOL) ની શાળા જોઈ એમ થયું કે "આ તો ગામમાં શાળા છે કે શાળામાં ગામ".................સાચેજ એક વર્ગખંડ એની બાજુમાં રહેણાંક મકાન........... ફરી વર્ગખંડ ફરી રહેણાંક મકાન.........મને એમ થયું કે ગામ અને શાળાનો સુભગ સમન્વય થયો છે........વળી શાળાને ફરતો વરંડો તો છે જ નહિ.........આ તો કેવી મોટી નવાઈ કહેવાય??????? હું આકસ્મિક એમને મળવા અને શાળા મુલાકાત માટે ગયો...... શૈલેશભાઈ ઓફિસ શોધતા પણ ખુબ મજા આવી......(સારું થયું કોઈના ઘરને ઓફીસ માનીને ત્યાં જતો ના રહ્યો) આ બધી જ ભૌગોલિક પરિસ્થિતિ છતાં પણ શાળાનું વાતાવરણ ખુબ જ સરસ લાગ્યું........ કામ એનાથી પણ સુંદર થતું હોય એવું લાગ્યું............ખુબ ખુબ અભિનંદન શૈલેશભાઈ પટેલ અને એમના સાથી શિક્ષક મિત્રો ને.............

6 માર્ચ, 2014

ગુણોત્સવ-૪ કાર્યક્રમ ૨૦૧૪ અંતર્ગત બાહ્ય મૂલ્યાંકન......... એક મારો અનોખો અનુભવ......


                       આજરોજ  દાંતા તાલુકાની રાણપુર ઉદોવાસ પ્રાથામિક શાળાની ગુણોત્સવ બાહ્ય મુલ્યાંકન અંતર્ગત મુલાકાત લેવામાં આવી.હું અને મારા સાથી મિત્રોમાં કીર્તિભાઈ મોદી CRC CO છનીયાણા તેમજ ભરતભાઈ પટેલ BRP PRAGNA B.R.C. અંબાજી હતા. શાળા ખુબ જ નાની હતી . અંતરીયાળ પણ ખુબ હતી. જવા માટે ૪ કિલોમીટ ચાલીને જ જાવું પડે કેમ કે પહાડી વિસ્તાર માં ડુંગરાળ રસ્તા ઉપર પગદંડી ઉપર પગલા માંડી ચાલીને જ જવું પડે એમ હતું. પ્રથમ દ્રષ્ટીએ વિચારું તો ત્યાં કામ કરતા બંને શિક્ષક ભાઈ બહેન ને ધન્યવાદ આપવા પડે કેમ કે રોજ ૪ કિમી ચાલવું એટલે જાણે એક મોટી સજા હોય એવું જ લાગે.ત્યારબાદ અંતરીયાળ વિસ્તારના બાળકો સાથે કામ લેવું.......તેમની લોકબોલીમાં જ ભણાવવું.....(મારી ભાષા બાળકોને અઘરી પડતી હતી એટલે ત્યાંના શિક્ષિકા બહેન બાળકોની પ્રાદેશિક બોલીમાં બોલતા એટલે બાળકોને મારી વાત સમજમાં આવતી........જો કે મારા સાથી મિત્ર કીર્તિભાઈ મોદીને એ બોલીનો થોડો ઘણો ખ્યાલ હતો.......) વખાણવા લાયક બાબતો વખાણી એમનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કર્યો તેમજ કેટલાક જરૂરી હકારાત્મક સુચનો પણ કર્યા. આવી શાળામાં સંઘર્ષ સાથે કાર્ય કરવું એ પણ એક ચેલેન્જ છે. અને એ ત્યાના આચાર્યશ્રી મિલનભાઈ અને શિક્ષિકા બહેન સારી રીતે કાર્ય કરે છે એટલે એમને ખુબ ખુબ અભિનંદન...........