પૃષ્ઠો

22 ફેબ્રુઆરી, 2014

આંખોની રોશની વધારવા માટે કરો નિયમિતરૂપે યોગ



               આંખો આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે માટે આપણી એ જવાબદારી બને છે કે તેનું પૂરતું ધ્યાન રાખીએ. ઉંમરની સાથે આપણી આંખોની આસપાસના સ્નાયુઓ પોતાની ફ્લેક્સિબિલિટી ગુમાવી દે છે અને કઠોર થઇ જાય છે. આંખોની રોશનીને વધારવા માટે તમારે નિયમિતરૂપે યોગ કરવા જોઇએ. યોગથી નિકટદ્રષ્ટિ દોષ(માયોપિયા) અને દૂરદ્રષ્ટિ દોષ(હાઇપરમેટ્રોપિયા)ને સુધારી શકાય છે.

શવાસન 
            આ આસન કરવા માટે મનને શાંત કરી પીઠના બળે આડા પડો. પગને ઢીલા છોડી હાથને શરીરને સમાંતર રાખો. શરીરને સંપૂર્ણપણે જમીન પર સ્થિર થઇ જવા દો. આ આસન કરવાથી શરીરનો થાક અને દબાણ ઓછું થઇ જાશે. શ્વાસ અને નાડીની ગતિ સામાન્ય થશે. આંખોને આરામ મળશે અને આંખોની રોશની પણ વધશે.

પ્રાણાયમ 
            ઘણાં લોકો જેઓ કમ્પ્યુટર પર સતત 8-10 કલાક કામે કરે છે તેમની આંખોને નુકસાન થઇ શકે છે. આંખોને આરામ આપવા માટે માત્ર ઊંઘ લેવી પૂરતું નથી. આંખોમાં નબળાઇ આવવાને લીધે સ્મૃતિ દોષ અને ચિડિયાપણાની સમસ્યા થવી એ બહુ સામાન્ય સમસ્યા છે. જેના માટે આંખોનો યોગ બહુ જરૂરી છે. પ્રાણાયમ કરવાથી મગજ સ્થિર બને છે અને આંખોની રોશની જળવાઇ રહે છે. પ્રાણાયમથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.

સર્વાંગાસન 
          પીઠના બળે સીધા ઊંઘી જાઓ. પગને ભેગા કરો, હાથને બંને તરફ સમાંતર હથેળીઓ જમીન પર રાખો. શ્વાસ અંદર ભરતા આવશ્યકતા અનુસાર હાથની મદદથી પગને ધીમે-ધીમે 30 ડિગ્રી, પછી 60 ડિગ્રી અને અંતમાં 90 ડિગ્રી સુધી ઉઠાવો. 90 ડિગ્રી સુધી પગને ન ઉઠાવી શકો તો 120 ડિગ્રી પર પગ લઇ જઇને હાથને ઉઠાવી કમરની પાછળ ટેકવો. પાછા ફરતી વખતે પગને સીધા રાખતા પાછળની તરફ થોડા નમાવો. બંને હાથને કમરથી દૂર કરી સીધા કરી દો. હવે હથેળીઓથી જમીન પર દબાણ સર્જતા જે ક્રમમાં ઉપર ઉઠ્યા હતા તે જ ક્રમમાં ધીમે-ધીમે પહેલા પીઠ અને પછી પગને ભૂમિ પર સીધા કરો.

        આસન કરતી વખતે તમારી આંખોને ખુલ્લી રાખો. આ આસન કરવાથી આંખોની રોશની તેજ થશે. બાળકોના મગજ માટે આ આસન બહુ ઉપયોગી છે. દમ, સ્થૂળતા, દુર્બળતા અને થાક જેવા વિકારો પણ આ આસન કરવાથી દૂર થાય છે.

21 ફેબ્રુઆરી, 2014

'અબ્બા મેરા કટા હુઆ હાથ જુડેગા બાદ હી મે લીખ સકુંગી'

COURTESY -SANDESH NEWS PAPER

                 અબ્બા મેરા ક ટા હુઆ હાથ જુડેગા બાદ હી મેં લીખ સકુંગીના દર્દથી કણસતી પુત્રીના શબ્દો સાંભળીને શિક્ષક પિતાની આંખો ભરાઇ આવી હતી. તેઓ એક શબ્દ પણ બોલી શક્યા ન હતા અને પુત્રીના કપાયેલા હાથને પેપરમાં વીંટાળી તે આઇસબોકસમાં મુકી અત્રેની કારેલીબાગની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી.શહેરના આજવારોડ ઉપરની સરસ્વતી સોસાયટીમાં રહેતા રહીમભાઇ શેખ જિલ્લા પંચાયત સંચાલિત શાળામાં વાઘોડિયા તાલુકામાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે.

                  અકસ્માતમાં ધો.૮માં અભ્યાસ કરતી મુસ્કાન રહીમભાઇ શેખને ગંભીર ઇજા થતાં તેનો જમણો હાથ છૂટો પડી ગયો હતો.મુસ્કાનના પિતા રહીમભાઇ પણ દર્દથી પીડાતી પુત્રીની ચીસો સાંભળીને રડી પડયા હતા. દર્દથી કણસતી મુસ્કાને મમ્મીને સાત્વન આપ્યું હતું કે,મમ્મી તું ના રડીશ સારુ થઇ જશે. જોકે પીડા અસહ્ય થતાં મુસ્કાને તબીબોને બેભાન કરી દેવાની સતત વિનંતી કરી હતી.

              હાલોલની રેફરલ હોસ્પિટલમા પ્રાથમિક સારવાર બાદ તેને કારેલીબાગની નવરંગ હોસ્પિટલમાં લવાઇ હતી. પિતા રહીમભાઇએ ઉગ્ર આક્રોશ ઠાલવતાં જણાવ્યું હતું કે, ૪.૪પ વાગે તમારી બેબીને અકસ્માત થયો છે તેની જાણ થતાં જ હું ઘટના સ્થળે પહોંચી ગયો હતો.કપાયેલો હાથ હું આઇસ બોક્સમાં અહીં લાવ્યો હતો, જો મારી દિકરીને વેળાસર કોઇ વાહન દ્વારા હોસ્પિટલ પહોંચાડી હોત તો તેનો હાથ બચી જાત.


              તેઓની ૧૩ વર્ષની પુત્રી મુસ્કાન બ્રાઇટ સ્કુલમાં ધોરણ ૮માં ભણે છે.આજે તેઓની પુત્રી જાંબુઘોડા અભ્યારણ્ય ખાતે શાળામાંથી પીકનીક પર ગઇ હતી. જયાંથી પરત આવતા ભાટ ગામ પાસે લકઝરીબસ પલટી ખાઇ ગઇ હતી. જેમાં મુસ્કાનનો જમણો હાથ કોણીથી કપાઇને છુટો પડી ગયો હતો.

16 ફેબ્રુઆરી, 2014

હમારી દુનિયા અલગ હૈ............

COURTESY -SANDESH NEWS PAPER



                  માત્ર ત્રણ વર્ષની ઉંમરે જ ૧૬૦થી વધુ આઈક્યૂ ધરાવનાર બાળકી એરિઝોનામાં સૌથી નાની વયની બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે નામના મેળવી રહી છે. આનો સ્વીકાર મિન્સા નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પણ કર્યો છે. મિન્સા એ એક આંતરરાષ્ટ્રીય ક્લબ છે જે તેવા ઉમેદવારોનો જ સ્વીકાર કરે છે જેનો આઈક્યૂ સ્કોર વિશ્વભરમાં ટોપ સ્કોરમાં બે ટકા હોય, વાસ્તવમાં ડોક્ટરોએ કહ્યું કે, આ ૩ વર્ષીય એલેક્સિસ માર્ટિન બુદ્ધિમત્તાની કસોટી ખૂબ જ સારી રીતે પાર પાડી છે, એટલી ઝડપથી કે અમે પણ તેનો આઈક્યૂ એકદમ ગણી શકતા નથી.

             સામાન્ય રીતે એક એવરેજ માણસનો આઈક્યૂ સ્કોર ૧૦૦ની આસપાસ હોય છે જ્યારે એલેક્સિસનો સ્કોર ૧૬૦ છે જે સૌથી ઉચ્ચ રેટિંગ સ્કોર છે. ત્રણ વર્ષની આ બાળકીનો આઈક્યૂ બુદ્ધિજીવીઓના આઈક્યૂ સાથે મેચ થાય છે, જેમ કે આલ્બર્ટ આઇન્સ્ટાઇન, સ્ટેફેન હોકિંગ અને બિલ ગેટ્સ. એલેક્સિસના માતા-પિતા ખુશી સાથે જણાવે છે કે "અમારી દીકરી જ્યારે ૧૨થી ૧૮ મહિનાથી હતી ત્યારથી જ તેના આઈક્યૂની અસર અમે  જોઈ શકતાં હતાં. અમે જ્યારે ગાડી ચલાવવામાં વ્યસ્ત હતાં જ્યારે તે રાત્રી પહેલાં જ તેની બેડટાઈમ સ્ટોરી તરફ અમારું ધ્યાન દોરતી હતી એટલું જ નહીં, હાલમાં પણ તે પાંચમા ધોરણનાં પુસ્તકને યાદ રાખે છે અને ફેમિલીના આઈપેડ પર સ્પેનિશ પણ શીખે છે. તે કોઈ પણ શબ્દ તે સાંભળે છે તરત જ શીખી લે છે. હંમેશાં બધા જ શબ્દોનો સાચા સંદર્ભમાં પણ ઉપયોગ કરે છે."